શમણું

ખુલ્લી આંખે આવ્યું શમણું ,
સોનલ સોનલ નમણું નમણું .

ભીતર શું ધસમસતું વહેતું ,
છલકે છે કઇ કુમકુમ વરણું .

પાંપણ પર આવીને ઝૂલે ,
ગીત મજાનું જાણે ઝરણું .

હડસેલું હું એને તોયે ,
વંડી ઠેકે કુદે બમણું .

અઘરું અઘરું ભૂલી સઘળું ,
શોધું ક્યાં છે ડાબું જમણું .

આકાશી આલિંગન લેતું ,
પાંખ પસારી બેઠું શમણું .

– સ્મિતા શાહ

Advertisements

7 thoughts on “શમણું

  1. હડસેલું હું એને તોયે ,
    વંડી ઠેકે કુદે બમણું . વાહ… ક્યા ખુબ

    ટુંકી બહેરમાં મોજ પડે એવી રચના…!!

  2. અાકાશી અાલિંગન લેતું,
    પાંખ પ્રસારી બેઠું શમણું.
    ટૂંકી બહેરમાં સરલ બાનીમાં વહેતી રુમઝુમતી સુંદર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s