બોલ તું

હું ઓમકાર કે અહમનો સ્વર છું ,બોલ તું,
સાગરનો નાદ કે નદીથી તર છું ,બોલ તું.

મારે અતિક્રમીને જાવું તો છે અારપાર,
નિજ મનની હું બહાર કે અંદર છું, બોલ તું.

જળ જેમ રહે કમળ ઉપર તું તેમ પર છે પણ,
માયાનો હર જનમ કાં મુસાફર છું ? બોલ તું.

નિખિલ જગમાં કોકિલા શો કંઠ છું છતાં,
પામરપણાનો શીદને શાયર છું ? બોલ તું.

સાદર પ્રતીત થાય તુજ સંપૂર્ણતા મને,
કઇ ખુશીમાં ઝૂમતો ચામર છું ? બોલ તું.

અા જિંદગીનો જાદુગર અણમોલ છે તું,
કેવો હુંયે ગહનનો ઉજાગર છું ! બોલ તું

અૌદાર્યની અખૂટ ગાગર હોઉં છું કિશોર,
કયા પોતની પરમ ઝલક ભીતર છું ? બોલ તું.

– કિશોર મોદી

Advertisements

9 thoughts on “બોલ તું

  1. હું ઓમકાર કે અહમનો સ્વર છું ,બોલ તું,
    સાગરનો નાદ કે નદીથી તર છું ,બોલ તું.
    khub sundar sir

  2. વાહ..કિશોરભાઈ એકેક શેર અંતર્નાદનો ઘુંટેલો પોકાર છે. લાજવાબ અભિવ્યક્તિ.

  3. આખી ગઝલ આધ્યાત્મનો પ્રવાસ જેવી છે.. એક એક શે’ર એક એક કદમ જેવા.. ખુબ સુંદર….

  4. હું ઓમકાર કે અહમનો સ્વર છું ,બોલ તું,
    નિજ મનની હું બહાર કે અંદર છું, બોલ તું…..આ ઇન્ટરએક્ટિવ કરેલી રચના પણ તમારી કૃતિ સાથે ગમી.

  5. મત્લાથી મક્તા સુધી જાતને પ્રશ્નો પૂછી અનંત તત્વને પામવાનો પ્રયત્ન અાખી ગઝલમાં દેખાય છે. ખૂબ જ સરસ ગઝલ.

  6. અંતરના પોકાર સમી સુંદર રચના !

    દિલી અભિનંદન, કિશોરભાઇ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s