ચાલ્યા કરો

આંખથી છલકાવતા ચાલ્યા કરો,
દર્દને દફનાવતા ચાલ્યા કરો.

ઝાંઝવાની જેમ વહેવું ક્યાં સુધી,
વાદળાં વરસાવતા ચાલ્યા કરો.

ખૂબ ઘૃણા, દ્વેષ ને ઈર્ષા, હવે
પ્રેમને અજમાવતા ચાલ્યા કરો.

જનસમૂહને સહેજમાં સમજાય એમ,
જીવીને બતલાવતા ચાલ્યા કરો.

રીત ભૂલી ને બધી ભૂલી રસમ,
જિન્દગી મહેકાવતા ચાલ્યા કરો.

શબ્દ તો હળવે રહીને જાગશે,
મૌનને અપનાવતા ચાલ્યા કરો.

– પ્રવિણ શાહ

Advertisements

11 thoughts on “ચાલ્યા કરો

  1. શબ્દ તો હળવે રહીને જાગશે,
    મૌનને અપનાવતા ચાલ્યા કરો….વાહ વાહ બહુજ ગમ્યું આ લાગણી/સર્જનાત્મક ભર્યું સૂચન.

  2. સરળ બાનીમાં સુંદર ગઝલ-કર્મ.

    જનસમૂહને સહેજમાં સમજાય એમ,
    જીવીને બતલાવતા ચાલ્યા કરો.

  3. ઝાંઝવાની જેમ વહેવું ક્યાં સુધી,
    વાદળાં વરસાવતા ચાલ્યા કરો.
    શબ્દ તો હળવે રહીને જાગશે,
    મૌનને અપનાવતા ચાલ્યા કરો…વાહ…!!

    આખી ગઝલમાં એક અલગારીપણું ટપકે છે. સુંદર ગઝલ.. !!

  4. શબ્દ તો હળવે રહીને જાગશે,
    મૈાનને અપનાવતા ચાલ્યા કરો.

    ચાલતા રહેવું એ જ જિંદગી છે તો પછી હકારાત્મક્તા સાથે ચાલવાની મઝા છે. સરસ ગઝલ.

  5. વાહ !
    ઝાંઝવાની જેમ વહેવું ક્યાં સુધી,
    વાદળાં વરસાવતા ચાલ્યા કરો.

  6. નખશિખ મનનીય ગઝલ.જીવન કેવી રીતે જીવાય એ તરફ કરેલ અંગૂલિનિર્દેશ ધ્યાનપાત્ર છે.ગઝલમાં
    સુંદર કામ થયું છે અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s