માણસ છે

પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે

– કૃષ્ણ દવે

Advertisements

9 thoughts on “માણસ છે

 1. અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
  પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે…ક્યા બાત…

  માણસની માનસિકતાનો ખ્યાલ આખી ગઝલમાં ઠેરે ઠેર અપાયો છે.. !! આપણને શરમ આવે આવા માણસ હોવાની..

 2. સંબંધો સાચ​વ​વા ચહેરા પર સ્મિત રાખે,પણ લાગણીને નામે મીંડું !

  આવા આવા માણસોને જોઈએ ત્યારે એમ થાય કે માણસ ક્યારે બનશે માન​વ !

  આખી રચના ઘણી સુંદર છે.

  અભિનંદન !

 3. માણસ છે, બિઝનેસ કરે છે. જેવો નાવિન્યસભર રદીફ યોજી ભાઇ કૃષ્ણ દવે એ સરસ લયબધ્ધ કાવ્યમય ગઝલ રચી છે. બધા જ શેર સરસ.

 4. માણસ અને બિઝનેસને જુદા કરાય જ નહિ, જ્યાં તક મળી ત્યાં ધંધો કરી લે, કુદરતને ય ના છોડે.
  વાહ્, મઝાનો પણ માણસનો અસ્સલ પરિચય કરાવતી ગઝલ.

 5. માણસ એટલે સ્વાર્થનો બેરોકટોક બીઝનેસ.માણસને જુદી રીતે પારખવાનો મને તો અા બીઝનેસ ગમ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s