ભેળસેળ

ઊંડો કુવો
ફૂલોથી મઘમઘતો બાગ
હસતી આંખને
સાથ આપતા હોઠ
ચારે તરફથી ભીંસતો
સન્નાટો
આંખોમાં ઘેરાયેલું આકાશ
ઝાંઝર-બેડી-કંગન-?
ઉફ! આજે ફરી
સપના અને હકીકતની ભેળસેળ થઇ ગઈ…….

– રીના બદિયાણી માણેક

Advertisements

9 thoughts on “ભેળસેળ

 1. કવિતાને ચમત્કૃતિમાંથી ઉગારે તે કવિતાકર્મ છે…ઉફ! આજે ફરી..?

 2. આવું ઘણી વાર થતું હોય છે, મને પણ આ ઉફ..! વાળું ગમ્યું,
  ખુબ સહજ લાગે છે..!!

  સહજ અછાંદસ.. …..

 3. સુંદર રચના !

  ‘ફૂલોથી મઘમઘતો બાગ
  હસતી આંખને
  સાથ આપતા હોઠ’ ને જ હકિકત સમજી લો ને !

 4. એક વાર પાદરીએ પ્રવચન પૂરું કરી પાસે બેઠેલા માર્ક ટ્વેઇનને પૂછ્યું કેવું લાગ્યું તેના જવાબમાં માર્ક ટ્વેઇને કહ્યું કે અા બધું મને ખબર છે. પાદરીએ વળતું પૂછ્યું કેવી રીતે ? માર્ક ટ્વેઇને કહ્યું મેં ડીક્ષનરીમાં વાંચેલું : એટલે કે અા બધા શબ્દો અાપણને સૌને ખબર છે.પણ ઉપલી કવિતા-અછાંદસ અાપણે રચી નથી.એના માટે અાપણે રીનાબહેનને ઉમંગથી અભિનંદન અાપવા પડે જ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s