તેં સાંભળ્યું ? મેં સાંભળ્યું.

ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

વિનોદ જોશી

Advertisements

7 thoughts on “તેં સાંભળ્યું ? મેં સાંભળ્યું.

 1. છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
  આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

  સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
  એટલે ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

  જાણીતા કવિની સુંદર પંક્તિઓ.

 2. મજાની પ્રશ્નોત્તરી ગઝલ, ‘તને સાંભરે રે… મને કેમ વિસરે રે.. ‘ યાદ આવ્યું..!!

  જો કે અભિવ્યક્તિઓથી રચના ખુબ જ ઉભારીને આવે છે ..

 3. આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
  vah shu mishro…che… sundar gazal

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s