એ રીતે

દરામાં ક્યાંક એ સચવાય એ રીતે ;
ફેંકવો છે શબ્દ પણ પડઘાય એ રીતે .

આ ગઝલ પણ એક દિવસ એમ પૂજાશે ,
કૂળદેવી આંગણે પૂજાય એ રીતે .

ચાલ ,ટેભો એક એવો તું મને લઇ દે ,
રાત સાથે સ્વપ્ન પણ સંધાય એ રીતે .

એટલી ખ્વાહીશ એની હોય છે કેવળ ,
તું મને સમજે ;મને સમજાય એ રીતે .

ઓઢણી એને અડી ગઈ હોય જાણે કે
વાયરો ચકચૂર થઇને વાય એ રીતે .

શક્ય છે ચોમાસું પણ ગૂંથાય જાશે ત્યાં ,
ટેરવામાં મોરલો ગૂંથાય એ રીતે !

લાવ ,તારો હાથ મારા હાથમાં મૂકું ,
સહેજ પણ આકાશ ના ભીંસાય એ રીતે .

– હેમંત ગોહિલ ‘મર્મર’

Advertisements

10 thoughts on “એ રીતે

 1. લાવ ,તારો હાથ મારા હાથમાં મૂકું ,
  સહેજ પણ આકાશ ના ભીંસાય એ રીતે .
  sundar

 2. આખે આખી ગઝલ ખુબ સુંદર… દરેક શે’ર કાબિલ-એ-તારિફ…

  મજા પડી ગઇ

 3. આ ગઝલ પણ એક દિવસ એમ પૂજાશે ,
  કૂળદેવી આંગણે પૂજાય એ રીતે .

  ચાલ ,ટેભો એક એવો તું મને લઇ દે ,
  રાત સાથે સ્વપ્ન પણ સંધાય એ રીતે . વાઉં ટેભો શબ્દ ઘણાં દિવસે સાંભળ્યો…ઉથલપાથલ થઈ..બધાં શેર સરસ થયાં પણ આ ટાંક્યા વગર ના રહી શકી ..આભાર હેમંતભાઈ

 4. ચાલ, ટેભો એક એવો તું મને લઇ દે,
  રાત સાથે સ્વપ્ન પણ સંધાય એ રીતે.
  અાખી ગઝલ સુંદર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s