આવડી ગ્યું છે

નિરૂદ્દેશે મને અહીં તહીં રખડતાં આવડી ગ્યું છે,
જુઓ કેવું મને ખુદને ય મળતાં આવડી ગ્યું છે.

ઘણા ઉત્પાત કીધાં સ્વપ્નને સાકાર કરવામાં,
હવે શ્વાસોની માફક આહ ભરતાં આવડી ગ્યું છે.

ખરેખર આમ તો અસ્તિત્વ મારું સાવ ધોળું છે,
છતાં મોસમની જેમ જ રંગ બદલતાં આવડી ગ્યું છે.

ઘણો કાદવ કીચડ ભેગો કર્યો આ મનની કોઠીમાં,
હવે પાણી વગર મનને વિછળતાં આવડી ગ્યું છે.

ઘણાને છેતરું છું આમ તો હું કેટલી યે વાર,
શિખ્યો હું પણ નવું, દર્પણને છળતાં આવડી ગ્યું છે.

નથી હું પાર્થ–સુત, ના કૃષ્ણ મારા થાય છે મામા,
છતાં સાતે આ કોઠેથી નીકળતાં આવડી ગ્યું છે,

કરો ‘આનંદ’ સાથે મિત્રતા ને તે પછી જુઓ,
તમે પણ કહી શકો તમને ય હસતાં આવડી ગ્યું છે.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

8 thoughts on “આવડી ગ્યું છે

 1. નથી હું પાર્થ–સુત, ના કૃષ્ણ મારા થાય છે મામા,
  છતાં સાતે આ કોઠેથી નીકળતાં આવડી ગ્યું છે,
  વાહ અશોકભાઈ..આખી ગઝલ સરસ થઈ છે. અભિનંદન

 2. છતાં મોસમની જેમ જ રંગ બદલતાં……

  તમે શીખીને ઘણું બધું અમને શીખ​વાડ્યું .

  આભાર​, અશોકભાઈ

 3. ઘણો કાદવ કીચડ ભેગો કર્યો આ મનની કોઠીમાં,
  હવે પાણી વગર મનને વિછળતાં આવડી ગ્યું છે.

  નથી હું પાર્થ–સુત, ના કૃષ્ણ મારા થાય છે મામા,
  છતાં સાતે આ કોઠેથી નીકળતાં આવડી ગ્યું છે,

  “આવડી ગ્યું છે,” રદીફના ઉપયોગથી સરસ આત્મનિરિક્ષણ થયું છે.
  અશોકભાઇ, તમને “આર્ટ ઓફ લીવીંગ” આવડી ગ્યું છે,

 4. nathi hu parth sut, na krushn mara thay chhe mama, chhata sate aa kothe thi nikalta avdi gayu chhe. ane khud ne malta avdi gayu chhe. ketlu badhu avdi gayu, Ashok bhai have to koi jatni chinta j nathi. amne thodu pan avdi jay to ….

 5. વાહ આનંદ સાહેબ મજાની ગઝલ,
  આપની ગઝલ વાંચીને મને ખલીલ સાહેબની એક ગઝલ યાદ આવે છે, તેનો મત્લા ટાંકવાનું મન થાય છે :

  હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,

  મને ખૂશબૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s