ક્યાંથી લાવીએ ?

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

Advertisements

8 thoughts on “ક્યાંથી લાવીએ ?

 1. અશોકભાઈ સંપાદક ક્યારેક કાચો નથી જો એનામાં તપાસ અને શોધ બન્ને દેખાતાં હોય ઉપસતા હોય.આપણે ગુજરાતી છીએ અને ટોળાથી કે સંસ્થાથી જીવીએ છીએ અને એનું પરિણામ કે અસર તમને દેખાય છે.અફસોસ ના કરશો,ઇતિહાસ સજ્જડ રચાય છે.

  • હિંમાંશુભાઇ.. ! તમારી વાતે મને સધિયારો મળ્યો.. પણ ભાવકની રુચિને હું પહોંચી વળતો નથી એમ મને લાગેલું એટલે મારે નોંધ મૂકવી પડેલી.

 2. ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
  અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?… વાહ..!!

  આ જો આવી ગયું તો ભયો ભયો.. ! ખુબ ઊંચા દરજ્જાની અર્થપૂર્ણ ગઝલ.. !!

 3. ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
  એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

  કાફિયા અને કલ્પન બંને આકર્ષી ગયાં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s