મજા

હું નહીં વેચી શકું કોઇ દામથી મારી વ્યથા,
હું નહીં વ્હેંચી શકું કોઇ રીતથી મારી પીડા.

આમ તો પીડા-વ્યથા જાતે જ માણો તો ખરું,
શી રીતે પહોંચાડવી મારે આ મારી ભાવના..?

હું કહું..? જીગ્શો પઝલ જેવી છે આખી જિંદગી,
કોઇ જલ્દી કોઇ મોડાં મેળવે છે ચોકઠાં.

છે રમત રમવાની અહિંયા આમ તો સૌ કોઇએ,
પોતપોતાની રીતે બદલે છે સૌ અહીં કાયદા.

કર્મના ફળ જે રીતે મળતાં છે એને જોઇને,
લાગતું એ પણ હવે રાખે છે નોખાં કાટલાં.

મનમાં ઉઠતા પ્રશ્ન ને શંકા જીવનનું ઝેર છે,
ઝેરનાં કોઇ રીતે કરવા ન સારાં પારખાં.

સહેજ પીડા ને વ્યથા ‘આનંદ’ અવઢવ ઘોળીને,
ગટગટાવી પી જજો લ્યા..! આવશે તમને મજા.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

7 thoughts on “મજા

  1. tame pida vech na shko pan vahechi shako,mitro saathe gamta no gulal thay to dukh ma pan bhag lai shkay, ashokbhai shok mitro sathe vahevhi lo.

    • રસિકભાઇ, મેં મત્લામાં જ વ્યથા અને પીડા વેચી કે વ્હેંચી ન શકવાની વાત કરી છે, મારે માટે આનંદ વ્હેંચવો સરળ છે, સહજ છે. ગમતાનો ગુલાલ તો હું કરી જ શકું છું પણ દુ:ખ/પીડામાં મને ભાગ પાડવાનું ગમતું નથી…

  2. સરસ ગઝલનો સુંદર શેર્
    હું કહું..? જીગ્શો પઝલ જેવી છે આખી જિંદગી,
    કોઇ જલ્દી કોઇ મોડાં મેળવે છે ચોકઠાં.

    પાંચમો-છઠ્ઠા શેર જોઇ જવા વિનંતિ. ‘સારા’ ને બદલે ‘સાચા’ કરાય ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s