હોઈ શકે..!

પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે..!
આ સમય લાજવાબ હોઈ શકે..!

હાથ હો ખાલી, ભીતરે જો જે ,
મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે..!

આંખ ભીની ને હોઠ હસતા હો ,
ખાલીપાનો રૂઆબ હોઈ શકે..!

હોવાનો અર્થ એમ જોયો મેં ,
ઓસ પણ આફતાબ હોઈ શકે..!

આજની આ ક્ષણો, હકીકતમાં-
કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે..!

વાંચે છે આ હવા સતત જેને ,
પાંદડા પણ કિતાબ હોઈ શકે..!

આ ગઝલ.. જિંદગીએ આપેલો ,
ખૂબસૂરત ખિતાબ હોઈ શકે..!

– લક્ષ્મી ડોબરિયા

Advertisements

9 thoughts on “હોઈ શકે..!

 1. વાહ ! વાહ !
  આજની આ ક્ષણો, હકીકતમાં-
  કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે..!

 2. વાંચે છે આ હવા સતત જેને ,
  પાંદડા પણ કિતાબ હોઈ શકે..!

  સરસ અને સરલ ગઝલ.

 3. હાથ હો ખાલી, ભીતરે જો જે ,
  મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે..!.. સુંદર.. મજાની ગઝલ..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s