ભીતરે

કંકુવરણું ટેરવે થી ઝરમરે ,
કૈંક સપના બંધ આંખે વિસ્તરે .

છે સ્મરણ કોના અદીઠા સ્પર્શનું ,
ખળભળે દરિયા, કિનારા વિફરે .

મઘમઘે આ શ્વાસ કાં કારણ વગર
મોગરો થઇ કોઇ ખીલ્યું ભીતરે .

તરબતર થઇ ઝુમતું લાગે બધું ,
આભ મારું સપ્તરંગી નીતરે .

છે નશા જેવું હવામાં ચોતરફ ,
નામ મારું શ્વાસ માં કો’ચીતરે .

ઓગળે જન્મોજનમનાં તાપ જ્યાં,
મોરપીંછું અંગ હળવેથી સરે.

– સ્મિતા શાહ

Advertisements

8 thoughts on “ભીતરે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s