અમે

ખુબ ઉંડે ઉતરી જોયું અમે,
દ્રશ્ય મદમાતુ જરા ખોયું અમે
.
કોણ જાણે ક્યાં પડે છે પગ જુઓ,
સુર્યનું પગલુ ફરી ધોયું અમે.

અવસરોના છોડ ઉગે એ સબબ,
વાદળા લઇ આંગણું ટોયું અમે.

એકબીજાને સતત પ્હેરી ફર્યા,
શ્ર્વાસ લઇને આભને પ્રોયું અમે.

વ્રૃક્ષ અંદર કેટલી છે વારતા ?
મુળિયાના તળ સુધી જોયું અમે.

– નરેશ સોલંકી

Advertisements

6 thoughts on “અમે

 1. અવસરોના છોડ ઉગે એ સબબ,
  વાદળા લઇ આંગણું ટોયું અમે.

  એકબીજાને સતત પ્હેરી ફર્યા,
  શ્ર્વાસ લઇને આભને પ્રોયું અમે…ટુંકી બહેરમાં ઉમદા ગઝલ.. !!

 2. વાહ, નરેશ ભાઇ. સરસ
  .
  વ્રૃક્ષ અંદર કેટલી છે વારતા ?
  મુળિયાના તળ સુધી જોયું અમે.
  મને આ શેર અફલાતૂન લાગ્યો. કેટલી બધી વાત છે એમા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s