સમય

થઇ બરફ ક્યારેક જામી જાય છે,
મોસમો સાથે સમય બદલાય છે.

શોખ છે હરિફાઇનો હર એકને,
જિન્દગીની દોડમાં અટવાય છે.

કાલની શુભ આશમાં જીવે છે સૌ,
તો કદી ઇન્તેજારમાં અકળાય છે.

હો મિલન તો દોટ મૂકી, જાય છે
ને, વિરહમાં હર પળે રોકાય છે.

ચાલ​, જે ઘડીયાળ​ની પામી ગયા,
ગતિ સમયની એમને સમજાય છે.

‘જય’, કરે બેચેન એવી પળ મળે,
તો વળી ક્યારેક દિલ હરખાય છે.

-જયવદન વશી

Advertisements

8 thoughts on “સમય

  1. ગતિ સમયની એમને સમજાય છે.,,,,

    જે ગતિ સમયની પામી ગયા એ જીવન પામી ગયા !

    ખૂબ સુંદર રચના, વશીભાઇ ! અભિનંદન !

  2. શોખ છે હરિફાઇનો હર એકને,
    જિન્દગીની દોડમાં અટવાય છે…જિંદગીની કડવી વાસ્તવિકતા..!!

    સરસ ગઝલ..!! વશી સાહેબ… લગે રહો..!

  3. વર્ષો સુધી ભાવક રહ્યા પછી સન્મિત્ર વશીસાહેબનો ગઝલ પર અજમાવેલ હાથ કાબિલેદાદ પુરવાર થાય છે.વશીસાહેબ
    તમારી ખોટ અહિં વડોદરામાં ખુબ વરતાય છે.

    ચાલ​, જે ઘડીયાળ​ની પામી ગયા,
    ગતિ સમયની એમને સમજાય છે.

  4. વા હ ,, વસી સાહેબ . તમારી ગઝલ વાંચી અત્યંત આનંદ થયો , સુંદર રચના ……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s