લખજો ગઝલ

એક પ્યાસી ક્ષણ વિશે લખજો ગઝલ,
ઓસના કામણ વિશે લખજો ગઝલ.

સ્થાન એનું વિશ્વમાં નહિવત હશે,
ધરતીના કણકણ વિશે લખજો ગઝલ.

સાગરોના તટ વિશે તો શું લખો !
ભીતરી કો રણ વિશે લખજો ગઝલ.

આમ તો છે જિન્દગી ઘટના ભરી,
શૂન્યતાની ક્ષણ વિશે લખજો ગઝલ.

પ્રેમ તો છે વેદની ઋચા સમો,
આપણી સમજણ વિશે લખજો ગઝલ.

આપણા સંબંધ તૂટે રોજ અહીં,
કાયમી સગપણ વિશે લખજો ગઝલ.

– પ્રવિણ શાહ

Advertisements

13 thoughts on “લખજો ગઝલ

  1. લાંબા સમય પછી અાવ્યા છે પ્રવીણ ભાઇ.ગઝલ વિશેની ગઝલ ગમી.ખૂબ ખૂબ અભિનંદન

  2. કિશોરભાઇ સાથે સહમત અને કવિતા હોય કે ગઝલ એને લખવાના કારણો નથી હોતા એ પેલા વિશ્વના નહિવત વિશે જ લખાય.

  3. પ્રેમ તો છે વેદની ઋચા સમો,
    આપણી સમજણ વિશે લખજો ગઝલ.

    સુંદર ર ચના…

  4. ગઝલના દરેક શે’ર ગમ્યા…

    સાંગોપાંગ સુંદર …!!

  5. આમ તો છે જિન્દગી ઘટના ભરી,
    શૂન્યતાની ક્ષણ વિશે લખજો ગઝલ.

    લખજો ગઝલ રદીફ લઇ એક સાંગોપાંગ ગઝલ અવતરી છે તેનો આનંદ છે. દરેક શેરમાં કલ્પનોને
    પ્રવિણભાઇએ સુંદર નિભાવ્યા છે. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s