વીજળીનું તેજ આપી દો કલમની ધારને
આંસુનું પાણી ચડાવો શબ્દની તલવારને
કલ્પના કરનારને ક્યારેય પણ ના ટોકશો
છીનવી લો ના કદી ઇચ્છા તણા આધારને
પાવડાને શું પડી હો ફૂલની,ગુલઝારની
સાવ ઉજ્જડ રણ કરી દે મહેકના દરબારને
આ સમયનું ડીંડવાણું છે ગજબનું નાટકી
દશ્ય બદલે વેષ સાથે, વાતના વિસ્તારને
‘કીર્તિ’ની બદબોઈ કરવાનો ભલેને હક મળે
બસ ફરજ છે એટલી વાંચો ગઝલના સારને
– કીર્તિકાન્ત પુરોહિત
Advertisements
Enjoyed your Gazal!
વાહ સુંદર ગઝલ, મજા આવી ગઇ…
મસ્ત મત્લા અને ઉમદા ગઝલ વાહ..!!
આંસુનું પાણી ચડાવો ……
ત્યારે તો આવી સુંદર ગઝલો લખાય છે.
અભિનંદન, કીર્તિકાન્તભાઈ !
વાહ , સુંદર ગઝલ , પુરોહિત સાહેબ……
સાંગોપાંગ સુંદર.
Sunder gazal.