ક્યાં બને છે કંઈ ?

એ કહે છે કંઇ, ને કરે છે કંઈ.
દિલ-દિમાગને, ક્યાં બને છે કંઈ?

કૈં કહે ના, તો યે સમજી જાયે બધું,
એ નજર પણ, હવે શું જડે છે કંઈ?

કેટલાં નામ બોલાય છે સાથમાં,
પણ કહો, કૃષ્ણ-રાધા મળે છે કંઈ?

ખૂબી જે સાચી છે, તે છબીમાં નથી.
મ્હેક થઇ આ હવામાં સરે છે કંઈ.

સાચવી સાચવી ત્રાજવે તોલીએ,
પણ સગાંઓ, વહાલાં બને છે કંઈ?

બિંદુની વાતમાં, સિંધુની વાત છે.
શબ્દ ને મૌન વચ્ચે, ફરે છે કંઈ.

-દેવિકા ધ્રુવ

Advertisements

4 thoughts on “ક્યાં બને છે કંઈ ?

  1. કેટલાં નામ બોલાય છે સાથમાં,
    પણ કહો, કૃષ્ણ-રાધા મળે છે કંઈ?
    આ નામની લગોલગ પહોંચવા ઘણા ત્યાગ કરવા પડે..સુંદર ગઝલ ..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s