આપણામાં બેસીએ !

જેટલી પણ હો જગા બસ એટલામાં બેસીએ,
જાત સંકોરી ભીતર લગ આપણામાં બેસીએ !

એક હો કે હો હજારો, ધારવી સમતા સમાન,
એક સરખો ભાવ લઇ થોડા-ઘણામાં બેસીએ !

બેસવા સાથે શીખો મહિમા ઊભા થાવાનો પણ,
બેસીએ તો ઊઠવાની ધારણામાં બેસીએ !

તો ગઝલ સાથે બધાનું ધ્યાન પણ મળશે ‘સુધીર’,
હોય બે મિસરા વચાળે એ જગામાં બેસીએ !

માનશે આભાર સૌ તો બેસવાનો પણ ‘સુધીર’,
આપણું બસ કંઇ નથી એ ભાવનામાં બેસીએ !

-સુધીર પટેલ

Advertisements

6 thoughts on “આપણામાં બેસીએ !

  1. બેસવા સાથે શીખો મહિમા ઊભા થાવાનો પણ,
    બેસીએ તો ઊઠવાની ધારણામાં બેસીએ !

    ગહન અર્થસભર અભિવ્યક્તિ. સુંદર રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s