કારણ હશે

ઓટલાં પાસે ઘણાં સ્મરણ હશે,
ભાર વેઠ્યા, એ જ તો કારણ હશે.

આ બુઢાપો આમ બીજું કઇ નથી,
હા, હશે તો જાતનું વિવરણ હશે.!

આમ ઊપરથી ઘણું ખાલી હશે,
તોય ગજવાંમાં ઘણું ભારણ હશે.

આ જનાજો નીકળે એ શું હશે?
મોતનું જીવંત પ્રસારણ હશે?

હું ભલે હાર્યો, છતાં તુટ્યો નથી
દૂધ તારું ‘મા’! અસાધારણ હશે

– સૂર્યકાન્ત નરસિંહા ‘સૂર્ય’

Advertisements

7 thoughts on “કારણ હશે

  1. મજાની અભિવ્યક્તિવાળી આ ગઝલમાં ક્યાંક છંદ દોષ છે જે સુધારવા જોઈએ ..

  2. કદાચ મારી ટાઈપમાં ભૂલ હોય તેથી છંદ દોષ રહ્યો હોય, હું જોઈ લઈશ.

    કદાચ છંદ દોષ હોય તો એ બાદ કરતા મઝાની ગઝલ છે.

  3. આમ ઊપરથી ઘણું ખાલી હશે,
    તોય ગજવાંમાં ઘણું ભારણ હશે.

    saras.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s