ભગવા લાગશે

પાંખ મળતાં જીવ ઉડવા લાગશે,
ક્યાંક કૂણે દિલ ઉતરવા લાગશે.

જોઇ નમતા સૂર્યને અસ્તાચળે,
સાંજ પણ મદહોશ થાવા લાગશે.

ખુશ્બુ રૂપે શબ્દ લઇ આવે પવન,
મન પછી તો શેર કહેવા લાગશે.

કોઈનો જો સાથ હુંફાળો મળે,
પળમાં દિલની આગ ઠરવા લાગશે.

એક કાપો, પણ ઉગાડો વૃક્ષ ચાર,
વીજ ‘ને વાદળ હરખવા લાગશે.

સંતના ગુણો પ્રથમ અપનાવી લો,
વસ્ત્ર જે પહેરો એ ભગવા લાગશે.

-પ્રવિણ શાહ

Advertisements

8 thoughts on “ભગવા લાગશે

  1. સંતના ગુણો પ્રથમ અપનાવી લો,
    વસ્ત્ર જે પહેરો એ ભગવા લાગશે…. વાહ સુંદર વિચાર

    અર્થપૂર્ણ ગઝલ… !!

  2. એક કાપો, પણ ઉગાડો વૃક્ષ ચાર,
    વીજ ‘ને વાદળ હરખવા લાગશે.

    આખીયે ગઝલ સરસ અને મક્તા પણ સરસ ઉઘડ્યો છે.

  3. અર્થપૂર્ણ ગઝલ…
    એક કાપો, પણ ઉગાડો વૃક્ષ ચાર,
    વીજ ‘ને વાદળ હરખવા લાગશે.

    સંતના ગુણો પ્રથમ અપનાવી લો,
    વસ્ત્ર જે પહેરો એ ભગવા લાગશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s