એક આખી કિતાબ છે, નીરવ,
જિન્દગી બેહિસાબ છે, નીરવ.
એના પગલાંની છાપ ઉપસેલી,
ધૂળમાં આફતાબ છે, નીરવ.
કોઇ એને ખરલમાં વાટે છે,
આંખમાં તો ય ખ્વાબ છે, નીરવ.
નામ મારું લખ્યું છે, બેંચિસ પર,
એ જ મારો ખિતાબ છે, નીરવ.
આ ગઝલ નર્મદા ને ગંગા છે,
એ જ સિંધુ, ચિનાબ છે, નીરવ .
-નીરવ વ્યાસ
Advertisements
નામ મારું લખ્યું છે, બેંચિસ પર,
એ જ મારો ખિતાબ છે, નીરવ… ક્યાં બાત…!! નવા કાફિયાની મસ્ત ગઝલ…
વાહ આખી ગઝલ મજાની છે
kya bat niravjii
સરસ રચના.
કોઇ એને ખરલમાં વાટે છે,
આંખમાં તો ય ખ્વાબ છે, નીરવ.
વાહ.. બહુ જ સરસ નીરવભાઇ.
સુંદર મક્તા સાથે સુંદર ગઝલ.નીરવ રદીફ ગમી.
Thanks. . .all dear friends.