ગઝલના મુકામ…

આજનો કવિ સભાન કવિ છે.
નવતર વિષયવસ્તુ અને નવ્ય અભિવ્યક્તિને પ્રાથમિકતા.
એમાં એના દર્શન અને નિદર્શન બન્ને પ્રમાણી શકાય.
આજે ગુજરાતીમાં આવું કામ પ્રમાણી શકાય એવા થોડા મુકામ…..
*
એક ઘેટું ટાઢથી થરથર થતું …
જોતું રહે ભરવાડ પાસે કામળી.
-અરવિંદ ભટ્ટ
બે પરિમાણ અને એક સ્થિતિ. હક્ક જતન કરવામાં આવી અડચણ ?
જેનું પોતાનું છે એનાથી વંચિત ? એક નિ:સહાય સ્થિતિ સામે
આંગળી ચીંધી સર્જકે. પણ ઘણું ગોપિત રાખીને.
*
સામે સોનાની ઈંટ ફેંકી છે,
આપણા હાથમાં જલેબી છે .
-ભરત વિંઝુડા
અહીં પણ બે સ્થિતિ. પસંદગીની દ્વિધા. એક જરૂરિયાત બીજી અપેક્ષા.
પણ વિકલ્પ છે. નિયતિ કાયમ માણસને આવા વિકલ્પમાં રાખે.
બે objects. બન્ને સામે છેડાના. ગોપિત તો છે પણ પ્રભાવશાળી નિરૂપણ.
*
થશે ચિત્ર પૂરું ઘડી-બે-ઘડીમાં,
નવો રંગ એ’કે હવે કયાં ચડે છે !
-વારિજ લુહાર
આ પણ એક સ્થિતિ. ચિત્ર તો અહીં પ્રતીક છે. કથકને સ્થાપના કૈંક
જુદી કરવી છે. હવે આગળ કંઈ કરવાનું નથી. આ અંત સુધી પહોંચ્યા
પછી પણ ખુલ્લા રહી જતા વિશ્વને તાકવા આહ્વાન.
*
હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.
-વિવેક કાણે ‘સહજ’
સંવાદ. પણ એક સમજ. દૌર કોઈ બીજાના હાથમાં છે. એટલે કર્તાની
ઈચ્છાને ફરજિયાત વશ થઈને ખેલ. આ જ તો જીવનખેલ.
વાત આખી પ્રતીકમાં જઈ વિરમે.
શું મઝા છે આપણી આ ભાષાની !!

મને લાગે છે ગઝલ….. હા ગુજરાતી ગઝલ આવા મુકામો પર
એની શ્રેષ્ઠ સ્થિતિએ છે.

-સંજુ વાળા

Advertisements

2 thoughts on “ગઝલના મુકામ…

  1. ખૂબ જ ટૂંકાણમાં છતાં ઝીણવટથી શે’રને બખૂબીથી સમજાવ્યા છે. એક પિરસ્થિતિ કે સ્થિતિ અને તેના બે પરિમાણ સરસ અાલેખ્યા છે.
    ટાઢથી થરથરતું ઘેટું અને કામળી અોઢેલા ભરવાડને જોતું ઘેટું, અાજની પરિસ્થિતિ પણ એવી જ છે પોતાના હકની ઝૂટવાયેલી વસ્તુને હકથી
    વાપરતા ધનવાનોને કચડાયેલાં લોકો અામ જ જોતા હોય છે.
    બધાં જ શે’ર સરસ છે અને તેનું વિવેચન પણ એટલું જ અાસ્વાદ્ય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s