ચાક ઉપર ચડવાનું

રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું,
મારું સરનામું પણ મારે, રોજ મને પૂછવાનું !

સૂરજ સાખે અંગ મરોડે પ્રશ્નો તાજા-માજા,
ઉત્તર અડકો-દડકો રમવા થઈ ગ્યા આઘા-પાછા,
મેઘધનુષી મ્હોરાં પ્હેરી દર્પણને છળવાનું,
રોજ અહીં એવી રીતે……

તર્ક અને તથ્યોના પગલે, ચાલ સમયની નાંણી,
ઓટ અને ભરતીની રંગત સમભાવે મેં માંણી,
વાતથી પહેલાં મૌનનું અહિંયા પોત ઝીણું વણવાનું,
રોજ અહીં એવી રીતે…..

ખાલીપો ખખડે નહિં એથી, શબ્દોને મેં સાધ્યા,
એમ કરીને એકલતાના પાસા અવળા પાડ્યા,
આજના વરતારાથી કાલે, ઘાટ નવા ઘડવાનું,
રોજ અહીં એવી રીતે…..

લક્ષ્મી ડોબરિયા

Advertisements

9 thoughts on “ચાક ઉપર ચડવાનું

  1. તર્ક અને તથ્યોના પગલે, ચાલ સમયની નાંણી,
    ઓટ અને ભરતીની રંગત સમભાવે મેં માંણી,
    વાતથી પહેલાં મૌનનું અહિંયા પોત ઝીણું વણવાનું,

    સરસ અર્થસભર ગીત.

  2. પ્રતિભાવ આપી ને પ્રોત્સાહિત કરવા બદલ સૌ નો આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s