આજ તો એવું થાય

આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય !

સેંથીમાં તો સિંદૂર પૂર્યાં મેં આંખે આંજી મેશ,
સોળ સજ્યા શણગાર અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય :
વનરાવનને મારગ મને…..

મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગે લાંબી વાટ ?
વેચવા જઉં મહીડાં, મારા થંભી જતા પાય :
વનરાવનને મારગ મને…..

અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય !
વનરાવનને મારગ મને……

દેવજી મોઢા

Advertisements

3 thoughts on “આજ તો એવું થાય

  1. સુંદર ગીત.. ક્યાંક લય ખોટકાતો જણાય છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s