મુસાફર બની ગયો !

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !

-શ્યામ સાધુ

Advertisements

6 thoughts on “મુસાફર બની ગયો !

 1. મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
  રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો !

  મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
  સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !

  સુંદર શેર્.

 2. ફૂલોનું સ્વપ્ન અાંખમાં અાંજયાના કારણે,
  હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

  મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
  સંસાર, અાંખ મીંચી તો નશ્વર બની ગયો !

  સંપૂર્ણ ગઝલ ગમી.

 3. very good gazal…..મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
  રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો !
  Saryu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s