એક ઝટકામાં

જિન્દગી છે અનેક કટકામાં,
મોત આખું મળ્યું છે લટકામાં !

જો સમજ ના પડે, કદી ના પડે,
પણ પડે ત્યારે એક ઝટકામાં.

જે મળી જાય એની ક્યાં છે ખુશી ?
જીવીએ ‘જે નથી’ના ખટકામાં.

તીરછી આ નજર, અને સ્મિત પણ,
ભલભલા આવી જાય છટકામાં.

આપી ભાષા મને બટકબોલી,
કાવ્ય દીધું ઉપરથી ચટકામાં.

કોણ પૂછે અહીં કલાકારી ?
સૌ પરોવાયા લટકા-મટકામાં !

-હેમેન શાહ

Advertisements

7 thoughts on “એક ઝટકામાં

  1. જે મળી જાય એની ક્યાં છે ખુશી ?
    જીવીએ ‘જે નથી’ના ખટકામાં.

    નીવડેલા ગઝલકારની નીવડેલી કૃતિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s