મહેંકી શકાય ના

મનની ગતિને મિત્રો સમજી શકાય ના,
ધારો છતાં ય જાતે અટકી શકાય ના.

આસાન ક્યાં છે એવું અંતર સમજવું આ,
લાગે છો સાવ પાસે વળગી શકાય ના.

રાખો હંમેશા એવો મનમાં એક સંત્રી,
ભૂલે ચૂકે ય સ્હેજે ભટકી શકાય ના.

એ છેતરે છે કાયમ સામે જ છે છતાં,
પડછાયો મારો ખુદથી પકડી શકાય ના.

આવી વ્યથામાં ‘આનંદ’ કરવો તો શી રીતે..?
મન બાગ-બાગ અંદર મહેંકી શકાય ના.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

8 thoughts on “મહેંકી શકાય ના

 1. રાખો હંમેશા એવો મનમાં એક સંત્રી,
  ભૂલે ચૂકે ય સ્હેજે ભટકી શકાય ના.

  એ છેતરે છે કાયમ સામે જ છે છતાં,
  પડછાયો મારો ખુદથી પકડી શકાય ના.

  વાહ.. અશોકભાઇ. સરસ શેર અને આખી ગઝલ પણ. મત્લામાં ‘અટકી’ના બદલે ‘અડકી’ કરી શકાય?

 2. મનની સંવેદનાને સાંકળતી સુંદર ગઝલ.જુદી જ ભાવ-અભિવ્યક્તિ.”મહેક” શબ્દમાં “હેં” શબ્દ પરનું અનુસ્વર દૂર કરવા વિનતિ.
  ‘ગનીચાચા’ના નાનપુરાના ઘરનું નામકરણ હતું “મહેક” તે સહેજ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s