બચાવીને

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.

ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.

પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી ,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર ,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .

– ગૌરાંગ ઠાકર

Advertisements

6 thoughts on “બચાવીને

 1. પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી ,
  હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

  Very nice.

 2. પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી ,
  હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.॥ ખૂબ નાજુક શે’ર… આની શે’રની અભિવ્યક્તિઓ પણ ખુ જ ગમી..

 3. પ્રતીક્ષાની અા પીડા દ્રારને ઓછી નથી હોતી ,
  હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

  તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
  અહીં તેથી હું અાવ્યો છું બધી સરહદ વટાવીને.

  અા બંને શે’ર ખૂબ જ સરસ બન્યા છે. સરસ ગઝલ.

 4. મક્તાનો શે’ર લાજવાબ.ઉંડાણની વાત ખૂબ માર્મિક રીતે સજાવી છે.
  અાખી યે ગઝલ સુંદર થઇ છે.અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s