જેવું કંઇ નથી

આમ જુઓ મનમાં આ ઉત્પાત જેવું કંઇ નથી,
મન ના માને તોય એમાં વાત જેવું કંઇ નથી.

ચોતરફ છે ગાઢ ને ચિક્કાર અંધારું છતાં,
દિલ કહે છે તોય અહીંયા રાત જેવું કંઇ નથી.

કોઇ દિ’ માથે ચઢે ને કોઇ દિ’ પગમાં નડે,
લાગણીમાં જાત કે કમજાત જેવું કંઇ નથી.

આપણે કરીએ ભલે સમજી ગયાનો ડોળ પણ,
ખુદને જો સમજી શકો, સૌગાત જેવું કંઇ નથી

ઢોલિયે ઢાળ્યું ભલે શીમળાના રૂનું ગાદલું,
ઘાસ પર ખરતાં એ પારિજાત જેવું કંઇ નથી.

પ્રેમથી ‘આનંદ’ જો કરતાં રહો આખું જીવન,
તો પછી અવસાદની ઔકાત જેવું કંઇ નથી.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

16 thoughts on “જેવું કંઇ નથી

  1. વાહ !
    આપણે કરીએ ભલે સમજી ગયાનો ડોળ પણ,
    ખુદને જો સમજી શકો, સૌગાત જેવું કંઇ નથી

  2. કોઇ દિ’ માથે ચડે ને કોઇ દિ’ પગમાં નડે,
    લાગણીમાં જાત કે કમજાત જેવું કંઇ નથી.
    અા શે’ર “લાગણી” માટે અત્યાર સુધીમાં કહેવાયેલા શે’રોમાં ઉત્તમ છે.
    એનો ગહન અર્થ વિચારવા જેવો છે.સુંદર ગઝલ.
    મારા દિલી અભિનંદન

    • iકિશોરભાઇ… તમારા પ્રોત્સાહન અને પ્રસંશા બદલ આભાર.. !

  3. કોઇ દિ’ માથે ચઢે ને કોઇ દિ’ પગમાં નડે,
    લાગણીમાં જાત કે કમજાત જેવું કંઇ નથી.

    સરસ રદીફમાં ઉત્તમ અભિવ્યક્તિ.

  4. ચિંતનસભર સરસ ગઝલ … આ બંને શેર વિશેષ ગમ્યાં
    કોઇ દિ’ માથે ચઢે ને કોઇ દિ’ પગમાં નડે,
    લાગણીમાં જાત કે કમજાત જેવું કંઇ નથી.
    *
    આપણે કરીએ ભલે સમજી ગયાનો ડોળ પણ,
    ખુદને જો સમજી શકો, સૌગાત જેવું કંઇ નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s