દઇને

તાગી લેશે આફત દઇને,
વચગાળાની રાહત દઇને.

પાઠ અયાચકતાનાં શિખવે,
માગણ જેવી હાલત દઇને.

ઝેર કટોરા પણ મોકલશે,
મીરા જેવી આરત દઇને.

પાતર-પડિયાં ઉંચકી શકશો?
મોંઘી મોંઘી દાવત દઇને

ના છોડાવે, ના છૂટવા દે,
એક અકોણી આદત દઇને.

રમતાં રાખે એક રમકડે,
ભાંગી તૂટી ચાહત દઇને.

મોંઘો હીરલો સાચવવા દે,
ખોટી-ખોરી દાનત દઇને.

–પારુલ ખખ્ખર

Advertisements

8 thoughts on “દઇને

  1. પાતર-પડિયાં ઉંચકી શકશો?
    મોંઘી મોંઘી દાવત દઇને… અઘરું છે… પણ કરવા જેવુ.. !!

    સુંદર ભાવોની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s