શોધવાનું હોય ભીતર,
પામવાનું હોય ભીતર.
સત્ શિખર પર પહોંચવાને,
ચાલવાનું હોય ભીતર.
પ્યાસ નામે એક પંખી,
પાળવાનું હોય ભીતર.
છત, દિવાલો, રંગ વચ્ચે,
બાંધવાનું હોય ભીતર.
હુંપણાનો મોતિયો ને,
વાંચવાનું હોય ભીતર!
મંદિરે તાળા નડે તો,
ખોલવાનું હોય ભીતર.
દંડવત તું છોડ ‘બેહદ’,
ઝૂકવાનું હોય ભીતર…
– નિમેષ પરમાર ‘બેહદ’
Advertisements
હુંપણાનો મોતિયો ને
વાંચવાનું હોય ભીતર.
પોતીકી અાધ્યાત્મિકતા ઉજાગર કરતી એક સુંદર ગઝલ.
very nice
કોઇ કોઇ શેર બાદ કરતાં શબ્દોની રમત વધારે લાગે છે.
મંદિરે તાળા નડે તો,
ખોલવાનું હોય ભીતર….યે બાત..!!
સુંદર ગઝલ.. !!
જે કંઇ છે તે ભીતરમાં જ છે, જો ભીતરને ઓળખી લઇએ તો પછી બીજા કોઇ જ્ઞાનની જરુર નથી. વાહ્ બેહદ સુંદર રચના. ભીતરમાંથી અવતરેલી..
વાહ મજાની ગઝલ