મોજે-મોજ ભીતરમાં…!!!

થતી શ્વાસોની શાને આવ…જા તું શોધ ભીતરમાં,
મને લાગે છે એનો પણ હવે તો બોજ ભીતરમાં.

રખે એવી ય પરિસ્થિતિ ઉભી થઇ જાય, એ માટે,
તળેટી પણ છે ભીતરમાં, અને છે ટોચ ભીતરમાં.

કરે જાઉં કરાવે એમ આ સઘળી ય ક્રિયાઓ,
હું સેવક, ને બની બેઠો એ મારો બોસ ભીતરમાં.

હવે મુશ્કેલ મારી મૂળ સ્થિતિમાં પરત ફરવું,
ઉતારી દીધી છે દર્દોની એણે ફોજ ભીતરમાં.

પહેલાં શ્વાસ કે આત્મા છુટો પડશે શરત માટે,
પહેલાં તો ઉછાળો આવી કોઈ ટોસ ભીતરમાં.

નથી અવતરવું કે મરવું નથી હાથોમાં, સમજાયું-
પછીથી,માણું છું હું નિત્ય મોજે-મોજ ભીતરમાં.

કરું જો પાપ એક તો પુણ્ય દસ કરવા કરે મજબુર,
વળી કરતો તકાજો આવી રોજેરોજ ભીતરમાં.

– અશોક વાવડીયા

Advertisements

9 thoughts on “મોજે-મોજ ભીતરમાં…!!!

  1. નથી અવતરવું કે મરવું નથી હાથોમાં, સમજાયું-
    પછીથી,માણું છું હું નિત્ય મોજે-મોજ ભીતરમાં… વાહ…!!

    આધ્યાત્મના ભાવે રંગાયેલી અર્થપૂર્ણ ગઝલ.. !!

  2. ભીતરમાં રહેલો જ જો બધું કરાવે તો પછી દુનિયાનું શું કામ.

    નથી અવતરવું કે મરવું નથી હાથોમાં, સમજાયું
    પછીથી, માણું છું હું નિત્ય મોજે-મોજ ભીતરમાં.

    એક અલગારીની ગઝલ. ખૂબ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s