માણસ જાય ક્યાં.?

કાંધ પર બોજો ચરણમાં થાક માણસ જાય ક્યાં.?
વેઠવા કાંડા વગરના હાથ માણસ જાય ક્યાં.?

જીવથી વ્હાલા ગણેલા સગપણો મોંઘા પડે,
થાય બમણા વાર-પરબે ભાર, માણસ જાય ક્યાં.?

તાવડીને તેર વાના માંગવાની ટેવ, ‘ને
સોડથી ટૂંકી પછેડી થાય, માણસ જાય ક્યાં.?

ભૂખના ચૂલે ઊકળતું હોય છે હોવાપણું,
આંસુથી ભીંજાય રાતી રાખ, માણસ જાય ક્યાં.?

શ્વાસની બહુ સાંકડી શેરી અને ઘર રાખનું,
મોતની આખા નગરમાં ધાક, માણસ જાય ક્યાં.?

ભાંગતો દેખાય લીલો ભેળિયારો, હરતરફ,
કારગત નહીં કોઈપણ ઉપચાર માણસ જાય ક્યાં.?

હાથવેંતે હોય એ પણ થઈ શકે નહીં હસ્તગત,
આંતરે રસ્તો વિરોધાભાસ, માણસ જાય ક્યાં.?

– ડો. મહેશ રાવલ

Advertisements

9 thoughts on “માણસ જાય ક્યાં.?

  1. વાહ મહેશભાઈ .. ક્યા બાત હૈ ..બહુ મજાની ગઝલ

    શ્વાસની બહુ સાંકડી શેરી અને ઘર રાખનું,
    મોતની આખા નગરમાં ધાક, માણસ જાય ક્યાં ?

  2. ખૂબ સુંદર મજાની ગઝલ વાહહહહહ મહેશભાઈ

    શ્વાસની બહુ સાંકડી શેરી અને ઘર રાખનું,
    મોતૉઈ આખા નગરમાં ધાક, માણસ જાય ક્યાં ?

  3. તાવડીને તેર વાના માંગવાની ટેવ, ‘ને
    સોડથી ટૂંકી પછેડી થાય, માણસ જાય ક્યાં.?.. ખૂબ હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ..

    વાહ, આખી ગઝલ ઉમદા થઈ છે..

  4. તાવડીને તેર વાના માંગવાની ટેવ,’ને
    સોડથી ટંૂકી પછેડી થાય, માણસ જાય ક્યાં. ?

    માણસની ખાસ કરીને સામાન્ય માણસની લાચારીને સાર્થક કલ્પનો અને એવી જ કહેવતોથી તાદ્દશ રજૂ કરી છે. અભિનંદન..

  5. ભાંગતો દેખાય લીલો ભેળિયારો, હરતરફ,
    કારગત નહીં કોઈપણ ઉપચાર માણસ જાય ક્યાં.?

    સરસ ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s