એ પછી

એક મીઠી યાદ આવી એ પછી,
ચાંદ લઈને રાત આવી એ પછી.

એ અહંકારી સૂરજ ડૂબતો રહ્યો,
શીત-લહર લઇ સાંજ આવી એ પછી.

રાત આખીયે પ્રતિક્ષામાં વીતી,
સૌ ઈબાદત કામ આવી એ પછી.

માવઠું એવું અસરકારક રહ્યું,
પ્રેમ-ભીની બહાર આવી એ પછી.

જઈ સભામાં શબ્દ હિલ્લોળે ચઢ્યા,
ને અરવની દાદ આવી એ પછી.

– પ્રવિણ શાહ

Advertisements

6 thoughts on “એ પછી

 1. 1)એક મીઠી યાદ આવી એ પછી
  શીત-લહર લઇ સાંજ આવી એ પછી

  2)એ અહંકારી સૂરજ ડૂબતો રહ્યો
  ચાંદ લઈને રાત આવી એ પછી…..this interactive creation also appreciable, and I like it along with your creation..

 2. માવઠું એવું અસરકારક રહ્યું,
  પ્રેમ-ભીની બહાર આવી એ પછી…યે બાત… ખૂબ મજાનો શે’ર…!!

  સુંદર ગઝલ…. ..

 3. રાત અાખીયે પ્રતિક્ષામાં વીતી,
  સૈા ઇબાદત કામ અાવી એ પછી.

  સરસ રચના. અભિનંદન પ્રવિણભાઇ..

 4. ટૂંકી બહેરમાં સરસ ગઝલ. કાફિયા પાસે સરસ કામ કઢાવ્યું છે કવિએ.અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s