વાતો ન કર

બંધ છે બારી અને તું દ્વારની વાતો ન કર,
ચોતરફ દીવાલ છે, વિસ્તારની વાતો ન કર.

દિલને ખુલ્લુ રાખવાનું સાવ હું ભૂલી ગયો.
ફક્ત ખુલ્લી આંખથી સત્કારની વાતો ન કર.

એ તને પડકારશે જે હોય છે તારો ભલે,
રોજ પડછાયાને નિરાકારની વાતો ન કર.

મીણની આ પૂતળીને તાપનો સંતાપ છે,
વ્યર્થ ખાલી શ્વાસના, આધારની વાતો ના કર.

માંડ અંધારાના ઓળા આંખથી અળગા કર્યા,
તું પ્રભાતે પણ હવે અંધારની વાતો ન કર.

– શિવજી રૂખડા

Advertisements

3 thoughts on “વાતો ન કર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s