થઇ જુઓ

એક જણ ની સામે સાચા થઇ જુઓ.
ને, અરીસા તોડી હળવા થઇ જુઓ.

સ્થિરતા સંબંધમાં આવી જશે ,
બસ, સમયસર ઓછા-વત્તા થઇ જુઓ.

નહિં રહે અફસોસ પીળા પાન નો,
ક્યાંક કુંપળ, ક્યાંક ટહુકા થઇ જુઓ.

ભીતરી અસબાબને પામી શકો,
માર્ગ ભૂલેલાના નકશા થઇ જુઓ.

થઇ જશે પળવારમાં એ ઠાવકું,
મન ગળ્યું માંગે તો કડવા થઇ જુઓ.

– લક્ષ્મી ડોબરિયા

Advertisements

5 thoughts on “થઇ જુઓ

  1. સ્થિરતા સંબંધમાં આવી જશે ,
    બસ, સમયસર ઓછા-વત્તા થઇ જુઓ… સંબંધોમાં જેટલી વધારે સ્થિતિસ્થાપકતા એટલો સંબંધ વધારે ટકાઉ..

    આખી ગઝલ ઉદ્દાત ભાવોથી મઢેલી.. ગમી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s