સૂરજ હતો

તડકાની વચ્ચે નીતરે એ ઘાસમાં સૂરજ હતો,
હમણાં જ ખોલ્યો હાથ તો એ હાથમાં સૂરજ હતો.

સામે રહીને છેક ભીતર રોજ બિંબાયા કરે,
દેખાય અણધારું છતાં એ કાચમાં સૂરજ હતો.

ક્યારેક વીંધ્યો વાંસ તો એ વાંસળી બનતો ગયો,
ક્યારેક લાગી આગ તો એ આગમાં સૂરજ હતો.

આજેય મારી પીઠ પર છે ડાઘ સૂરજના ઘણા,
એ પણ ખરું કે એ બધાયે ડાઘમાં સૂરજ હતો.

મઘમઘ થયેલાં પુષ્પો પણ તગતગ થશે તો શું થશે!
પૂછ્યો હતો આ પ્રશ્ન જ્યાં એ બાગમાં સૂરજ હતો.

– વારિજ લુહાર

Advertisements

8 thoughts on “સૂરજ હતો

  1. તડકાની વચ્ચે નીતરે એ ઘાસમાં સૂરજ હતો,
    હમણાં જ ખોલ્યો હાથ તો એ હાથમાં સૂરજ હતો.
    nice one

  2. મસ્ત મત્લા અને મજાની રદીફ…

    આખી ગઝલ સાંગોપાંગ સુંદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s