શબ્દ થોડા હચમચાવ્યા તો ઘણું ભારે પડ્યું,
લાગણીના ઘર બનાવ્યાં તો ઘણું ભારે પડ્યું.
રાહ જોઈને સનમની આંગણે બેઠા રહ્યા,
સાથિયા આંગણ પુરાવ્યા તો ઘણું ભારે પડ્યું.
આંખમાં શમણાંઑ રોપ્યાં ને ઉછેર્યા પ્રેમથી,
સ્વપ્ન એ સોને મઢાવ્યાં તો ઘણું ભારે પડ્યું.
હાથમાં લઈ હાથ જો ને અહીં સુધી આવી ગયા,
દ્વાર દ્વિધાના વસાવ્યા તો ઘણું ભારે પડ્યું.
લોક મુખૌટા ચઢાવી આખો દી મળતા રહ્યા.
એક બે મ્હોરાં હટાવ્યા તો ઘણું ભારે પડ્યું.
આમ તો વરસોથી અહીંયા ઘા કરે છે સહુ છતાં,
એક બે મેં ઘા ચુકાવ્યા તો ઘણું ભારે પડ્યું.
આમ તો ‘આનંદ’ કરવો એ જ મારી નેમ છે,
એમને થોડા હસાવ્યાં તો ઘણું ભારે પડ્યું.
– અશોક જાની ‘આનંદ’
Advertisements
Wah khub Saras chhe
આમ તો વરસોથી અહીંયા ઘા કરે છે સહુ છતાં,
એક બે મેં ઘા ચુકાવ્યા તો ઘણું ભારે પડ્યું.
saras…… Kirtikant Purohit from Abudhabi
Waah waah.
Ek ek sher sundar..
લોક મુખૌટા ચઢાવી આખો દી મળતા રહ્યા.
એક બે મ્હોરાં હટાવ્યા તો ઘણું ભારે પડ્યું.
આમ તો વરસોથી અહીંયા ઘા કરે છે સહુ છતાં,
એક બે મેં ઘા ચુકાવ્યા તો ઘણું ભારે પડ્યું.
wahhh….kya sher he.
Nice gazal
“Dwar dvidhana vasavya”
Sakkhat sher.
sunder gazal.
like it very nice
વાહ નખશિખ સુંદર ગઝલ