સદા વહેતી

ઊજમ નીરને નિહાળું એક ધ્યાન,
વચ્ચે છલછલ નિર્ઝરંતી છલકાર,
સદા વહેતી નદીની આ વાત.

માયામાં ભ્રામક વિશ્વાસ,
વળી અકળાવે અસ્થિર આ શ્વાસ.
સદા વહેતા સંબંધોની વાત.

મારા સુખના સોણાનો આ લોક,
ભુલભુલૈયામાં ભમતો આલોક,
સદા વહેતા સમયની આ વાત.

દિલ ધડકન ને નવનવ એ હેત,
છબી ફરતી જ્યમ સરતી રે રેત,
સદા વહેતા સ્પંદનની આ વાત.

છૂપી અંતરમાં દિવ્યતા અપાર,
તેજપુંજ ઝીણી રેખાને પાર,
સદા વહેતી ઊર્જાની આ વાત.

– સરયૂ પરીખ

Advertisements

7 thoughts on “સદા વહેતી

  1. કોઈપણ વસ્તુ સ્થગિત થાય ત્યારે ગંધાઈ ઊઠે છે. વહેતી વસ્તુમાં જીવંતતા હોય છે

    નદીથી શરૂ કરીને સંબંધ , સમય, સ્પંદન અને ઉર્જા વહે છે તો કેવો પ્રભાવ પડે છે.. તે અહી ખૂબ જ સુંદર રીતે ઉજાગર થયું છે..

    સુંદર કવિતા..

    • આપ સર્વેના પ્રતિભાવથી સર્જન કાર્યમાં આનંદનો ઉમેર થયો. દિપ્તીબેન અને અશોકભાઈનો વિશેષ આનંદ-આભાર.
      સરયૂ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s