ત્રણ મુક્તકો

કઠણ છે, બરફ માફક વહી શકે છે
પવન, ઝંઝા બધુંયે સહી શકે છે
સમંદર સાત ઓળંગતો જવાનો
એને ગુજરાતી બચ્ચો કહી શકે છે.
*
છાલિયું છલકાય પણ ભરતો રહ્યો
પેટ પર નાડું સતત કસતો રહ્યો
કર્મબંધન ‘કીર્તિ’ના ભાયગમાં લખ્યું
ટોચ પર ચડતો રહ્યો, પડતો રહ્યો.
*
એ ય માળું કેવું વિસ્મય, બિંબ હું ને હું જ દર્પણ
રોજનો થઇ જાતો અભિનય, બિંબ હું ને હું જ દર્પણ
આજ હીરો, કાલ વિલન, ક્યાંક દોસ્તી ક્યાંક દુશ્મન
વેશ લીધો એમાં તન્મય, બિંબ હું ને હું જ દર્પણ.

– કીર્તિકાન્ત પુરોહિત.

Advertisements

6 thoughts on “ત્રણ મુક્તકો

  1. ત્રણે ત્રણ મુક્તકો અર્થપૂર્ણ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s