મોસમ છલકે આજ

કામણગારા નેણ ઝૂકયાની, મોસમ છલકે આજ,
તારા મારા મેળ મળ્યાની, મોસમ છલકે આજ.

લીલીછમ વનરાજી, લીલા અણસારા ને બોલ,
હળવું હળવું હેત કર્યાની, મોસમ છલકે આજ.

આંખે રમતાં શમણાં, નસનસ ભમતું કૈ તોફાન,
લાગણીએ લથબથ પલળ્યાની, મોસમ છલકે આજ.

કલકલ ઝરણું, ઝળહળ રસ્તો, ઝીણું ઝાંઝર ગાન,
પથ્થર પથ્થર ફૂલ બન્યાની, મોસમ છલકે આજ.

આકળવિકળ હૈયે લાગે હળવી હળવી હાશ..!
સોળ વરસની આણ છૂટ્યાની, મોસમ છલકે આજ.

ઝીલું તારું જોબનિયું ને ઝીલું આ વરસાદ,
કેવાં મારા ભાગ્ય ફળ્યાની, મોસમ છલકે આજ.

– મહેશ મકવાણા

Advertisements

5 thoughts on “મોસમ છલકે આજ

  1. ખળખળ વહી જતાં ઝરણા જેવી ‘ગા’ના આવર્તનની ગઝલ..

    મજાની રોમેન્ટીક અભિવ્યક્તિઓથી ભરી ભરી … વાહ મહેશભાઇ.. !!

  2. ઝીલું તારું જોબનિયું ને ઝીલું આ વરસાદ,
    કેવાં મારા ભાગ્ય ફળ્યાની, મોસમ છલકે આજ.

    very nicely expressed popular feeling of love or romantic literature…..

  3. લયબદ્ધ રચના. વર્ણન સારું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s