અત્તર કરો

એક વત્તા એકનો ઉત્તર કરો ,
બે નહીં,બેથી જરા સદ્ધર કરો.

ચાર રસ્તા પર મૂકી મેં જિંદગી ,
જેને ઈચ્છા થાય એ ટક્કર કરો.

નામ બોલાયું તમારું મંચથી ,
પણ તમે ક્યાં છો ને ક્યાં ફર-ફર કરો.

જ્યાં સુધી સપના પડ્યા છે આંખમાં,
ત્યાં સુધી જીવ્યા કરો ,મર-મર કરો.

લ્યો,કયામતની ઘડી આવી ગઈ,
એક સાથે શ્વાસને અદ્ધર કરો !

બાગમાં ખુશ્બુની ઈજજત રાખવા,
ફૂલ પર તો ફૂલ પર ,અત્તર કરો.

કરવા જેવો એક ધંધો ‘ઈશ’નો,
માણસોને ભોળવી ઈશ્વર કરો.

– મેહુલ પટેલ ‘ઈશ’

Advertisements

4 thoughts on “અત્તર કરો

 1. મસ્ત મત્લા … અને નવી અભિવ્યક્તિ સભાર ગઝલ…

  મજા પડી..

 2. એક વત્તા એકનો ઉત્તર કરો ,
  બે નહીં,બેથી જરા સદ્ધર કરો.

  સારો પ્રયત્ન.

 3. વાહ કવિ!
  જ્યાં સુધી સપના પડ્યા છે આંખમાં,
  ત્યાં સુધી જીવ્યા કરો ,મર-મર કરો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s