ગણગણી બેઠો

મનમાં ઘર મારું હું ચણી બેઠો,
એમને ખુદના બસ ગણી બેઠો.

ઘા જે પૂરા રુઝાઇ ગ્યાં’તાં ,એ
ભૂલ-ભૂલમાં જ લ્યો ખણી બેઠો.

નામથી જેના કાયમ કતરાતો,
ગીત એના જ ગણગણી બેઠો.

નાંખશે આ તરફ શ્રીફળ ભૂવોં,
એટલે હું ય ઘર ભણી બેઠો.

બીજ ઝેરી મે રોપ્યું અવઢવમાં,
ને હવે ફળ બધાં લણી બેઠો.

સાવ સૂનકાર અહીંયા વેરાતો
ભીતરે તો ય રણઝણી બેઠો.

તાણા-વાણામાં છે ભલે સુખ-દૂ:ખ,
પોત ‘આનંદ’નું વણી બેઠો.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “ગણગણી બેઠો

 1. હંમેશ મુજબ સરસ ગઝલ. થોડી વધુ સારીની આશા પણ સાથે જ જાગૃત.

 2. Nice Gazal
  ઘા જે પૂરા રુઝાઇ ગ્યાં’તાં ,એ
  ભૂલ-ભૂલમાં જ લ્યો ખણી બેઠો.

 3. સરસ ગઝલ.
  સરયૂ

  “નાંખશે આ તરફ ..” નબળી લાગે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s