ખાલી જગ્યા

પાને પાને ખાલી જગ્યા,
જીવન યાને ખાલી જગ્યા.

ભરચક શબ્દો ધારે કોઈ,
કોઈ માને ખાલી જગ્યા.

તારા મારા નામ વચાળે,
મૂકી શાને ખાલી જગ્યા ?

અર્થ ન પૂછશો ઊર્મિઓનાં,
સમજો સાને ખાલી જગ્યા.

બે ગજવાં ભરપૂર ભર્યા છે,
એકલતા ને ખાલી જગ્યા.

મારા નામે હૉલ ખચાખચ
મારા સ્થાને ખાલી જગ્યા.

– નીરજ મહેતા

Advertisements

7 thoughts on “ખાલી જગ્યા

  1. મત્લા અને મક્તા લાજવાબ.

  2. મારા નામે હોલ ખચાખચ,
    મારા સ્થાને ખાલી જગ્યા.

    વાહ ! ખૂબ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s