વિખરાય

મોસમની જેમ માણસ કેવો સહજ બદલાય,
કાલે હતો એ એવો આજે ય ક્યાં દેખાય.?

નાટક ભલે કરે એ ઉપરથી લાગે મજબૂત,
અંદરથી એ જ જાણે કેવો સતત વિખરાય.

પડતાં રહે યુવાઓ આ પ્રેમને સમંદર,
નાની શી વાત કરતાં મનમાં જરા શરમાય.

યાદોની એ નિશાની સમ એક ફૂલ જૂનું,
પુસ્તકમાં એ દબાઈ હરપળ સતત કરમાય.

જાકારો દઈ દીધાને વરસો વિત્યા ને તો પણ,
આજે ય બોલવાને આ દિલ હજી ગભરાય.

નિષ્ફળ ગયા પછીથી આ પ્રેમમાં જુઓ તો,
અણમોલ જિંદગી છે ને વિષ સમ પીવાય.

– જયવદન વશી

Advertisements

8 thoughts on “વિખરાય

  1. જાકારો દઈ દીધાને વરસો વિત્યા ને તો પણ,
    આજે ય બોલવાને આ દિલ હજી ગભરાય.

    પુખ્ત સંવેદનથી ભરેલી સન્મિત્ર વશીસાહેબની સરસ લાગણીસભર ગઝલ. ભાઈ વાહ….

  2. નાટક ભલે કરે એ ઉપરથી લાગે મજબૂત,
    અંદરથી એ જ જાણે કેવો સતત વિખરાય…. વાહ..!!

    ખૂબ મજાની સુંદર ગઝલ… !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s