રમત નીકળે છે

પ્રણય વેશ પહેરી રમત નીકળે છે,
જો ડગલે ને પગલે શરત નીકળે છે.

ઘણીવાર ભાખ્યું ગલત નીકળે છે,
કે રેખાઓ પણ કમબખત નીકળે છે.

એ શબ્દોને હોઠોનું સરનામું આપો,
જે આંખો થકી દરવખત નીકળે છે.

પ્રણયનો થયો અંક પ્રારંભ બીજો,
અને આંસુઓની ખપત નીકળે છે.

કરી લાખ કોશિશ ના ભેદી શકાયું,
આ ‘શહેરી’પણું તો સખત નીકળે છે.

– ભાવેશ શાહ ‘શહેરી’

Advertisements

8 thoughts on “રમત નીકળે છે

 1. એ શબ્દોને હોઠોનું સરનામું આપો,
  જે આંખો થકી દરવખત નીકળે છે… મૂળ વાત કહેવાની છે.. ભલે આંખોથી કહેવાય કે હોઠોથી..

  મજાની ગઝલ..

 2. એ શબ્દોને હોઠોનું સરનામું આપો,
  જે આંખો થકી દરવખત નીકળે છે…ક્યાં બાત…

 3. એ શબ્દોને હોઠોનું સરનામું અાપો,
  જે અાંખો થકી દરવખત નીકળે છે..

  ઉપરોક્ત શે’ર ખૂબ ગમ્યો. અભિનંદન…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s