કાયમ જાળવું

કેટલું દુષ્કર હશે મન વાળવું,
હોય ઈચ્છા, તોય હોવું ટાળવું.

હોય ધુમ્મસ, હોય દ્રશ્યો ધૂંધળા,
એ પળે ગમશે અરીસે ભાળવું.

વેદના બેસે ઘણીયે દૂર જઈ,
ભૂલશો, જો દર્દને પંપાળવું.

છાપરે મૂકી ઉદાસી એ પછી,
સાવ હું ભૂલી ગયો કંટાળવું.

એક પાછળ, બે કદમ આગળ રહું,
સ્થાન મારું એમ કાયમ જાળવું.

– પ્રવીણ શાહ

Advertisements

11 thoughts on “કાયમ જાળવું

 1. સાંગોપાંગ સુંદર અને અર્થપૂર્ણ ગઝલ…

  દરેક શે’ર મજાનાં… પણ આ શિરમોર.. .

  વેદના બેસે ઘણીયે દૂર જઈ,
  ભૂલશો, જો દર્દને પંપાળવું.

 2. Nice
  સુંદર ગઝલ
  એક પાછળ, બે કદમ આગળ રહું,
  સ્થાન મારું એમ કાયમ જાળવું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s