ખૂટી ગયો

એક માણસ એટલો તૂટી ગયો,
આંસુનો જળધોધ પણ ખૂટી ગયો.

બીક એને ડૂબવાની ક્યાં હતી?
એક પરપોટો તરત ફૂટી ગયો.

લાગણીઓ ત્યાં કદી ઊગી નહીં,
એ કઠણ રણમાં પછી ડૂબી ગયો.

એ વમળમાં એટલું ખેંચાણ છે,
જો જરા અડક્યો, તરત ખૂંપી ગયો.

એટલો આનંદ લખવામાં મળ્યો,
હું ગઝલમાં દર્દને ભૂલી ગયો.

– પ્રવીણ જાદવ

Advertisements

4 thoughts on “ખૂટી ગયો

  1. બીક એને ડૂબવાની ક્યાં હતી?
    એક પરપોટો તરત ફૂટી ગયો. .. વાહ

    મજાની ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s