રાખે છે

બંધ હોઠે કમાલ રાખે છે,
મૌનમાં એ સવાલ રાખે છે.

ભીતરે થાય એમ અજવાળું.?
હાથમાં તું મશાલ રાખે છે.!?

રાતના આંસુ લૂછવા માટે,
સૂર્ય કોરો રૂમાલ રાખે છે.

આ ત્વચામાં ઊગી જશે ઉત્સવ,
સ્પર્શમાં એ ગુલાલ રાખે છે.

એ ડહાપણના ચોર ખિસ્સામાં,
બાળકોની ધમાલ રાખે છે.

સાવ ખોટા જ પંથ પર ‘બેહદ’
સાવ સીધી એ ચાલ રાખે છે.

– નિમેષ પરમાર ‘બેહદ’

Advertisements

5 thoughts on “રાખે છે

 1. આ ત્વચામાં ઊગી જશે ઉત્સવ,
  સ્પર્શમાં એ ગુલાલ રાખે છે.

  એ ડહાપણના ચોર ખિસ્સામાં,
  બાળકોની ધમાલ રાખે છે…….વાહ, , વાહ,

  આમ તો આખી ગઝલ મજાની પણ ઉપરોક્ત બે શે’ર… કાબિલ-એ-દાદ

 2. વાહ મજાની ગઝલના ગમતા શૅર

  આ ત્વચામાં ઊગી જશે ઉત્સવ,
  સ્પર્શમાં એ ગુલાલ રાખે છે.

  એ ડહાપણના ચોર ખિસ્સામાં,
  બાળકોની ધમાલ રાખે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s