હેમાંગિયત

છંદોના કેવળ જ્ઞાનથી ના સાંપડે હેમાંગિયત*,
ઈશ્વરકૃપા જેની ઉપર તેને વરે હેમાંગિયત.

જ્યાં ભાવકોનો મોક્ષ કરવાની જરૂરત લાગશે,
ત્યાં સ્વર્ગથી ગંગાની માફક આવશે હેમાંગિયત.

લાગે ભલે સહેલું, અહર્નિશ સાધનાનું કામ છે,
જે મૌનને લાંઘી શકે એ પામશે હેમાંગિયત.

સૌથી પ્રથમ તું શબ્દને આરાધજે હર શ્વાસમાં,
એના પછી મારી ગઝલમાં શોધજે હેમાંગિયત.

જીવનમરણનાં ચક્રને ઊંડાણથી સમજ્યા પછી,
જો થાય સઘળું શાંત તો, અંતે બચે હેમાંગિયત.

– હેમાંગ નાયક

* ‘હેમાંગિયત’ શબ્દ કવયિત્રી હર્ષવી પટેલની ભેટ છે
અને આ શબ્દનો અર્થ દરેક ભાવકે પોતાની રીતે કરવો.

Advertisements

6 thoughts on “હેમાંગિયત

  1. વાહ મજાની ગઝલ
    મત્લા સહિત આ શેર ઉમદા

    સૌથી પ્રથમ તું શબ્દને આરાધજે હર શ્વાસમાં,
    એના પછી મારી ગઝલમાં શોધજે હેમાંગિયત.

  2. સાંગોપાંગ હેમાંગિયતથી ભરેલી મજાની ગઝલ…

    દરેક શે’ર અલગ ખુમારી પ્રદર્શિત કરે છે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s